વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ અબજોપતિઓ વધી રહ્યા છે. ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2023 એ વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ યાદીમાં પ્રથમ ક્રમે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર બીજા અને જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં અમેરિકાનો દબદબો યથાવત છે. આ યાદીમાં આઠ અબજોપતિઓ અમેરિકાના છે. આ સિવાય ફ્રાન્સ અને મેક્સિકોના એક-એક અબજોપતિ પણ આ યાદીમાં છે. આ તમામ અમીરોની સંપત્તિ ઘણા દેશોની જીડીપી કરતા પણ વધુ છે.
આ છે વિશ્વના સૌથી અમીર અબજોપતિઓ
વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાં એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર, જેફ બેઝોસ, લેરી એલિસન, બિલ ગેટ્સ, વોરેન બફેટ, સ્ટીવ બોલમર, લેરી પેજ, કાર્લોસ સ્લિમ હેલુ અને માર્ક ઝકરબર્ગ સામેલ છે.
અપાર સંપત્તિના માલિક
એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ $234.1 બિલિયન (19 લાખ 20 હજાર 723 કરોડ) છે. તેઓ ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા અને સ્પેસ એક્સ્પ્લોરેશન કંપની સ્પેસએક્સ સહિત અનેક મોટી કંપનીઓના સીઈઓ છે. હાલમાં તેઓ ટેસ્લામાં 23 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે જ તેમણે ટ્વીટર પણ ખરીદી લીધું હતું. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ચીજવસ્તુઓની કંપની Moët Hennessy Louis Vuitton (LVMH) ના CEO અને ચેરમેન છે, જેમાં લગભગ 70 જાણીતી ફેશન અને કોસ્મેટિક્સ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આર્નોલ્ટ અને તેના પરિવારની કુલ સંપત્તિ $230.3 બિલિયન (18, 89, 545 કરોડ) છે. જેફ બેઝોસ પાસે $151.7 બિલિયન (12,44,655 કરોડ)ની કુલ સંપત્તિ છે. તેઓ 59 વર્ષના છે. લેરી એલિસનની કુલ સંપત્તિ $146.3 બિલિયન (12,00,349 કરોડ) છે. તેઓ 78 વર્ષના છે.