આરબીઆઈ દ્વારા રેપોરેટ યથાવત રાખવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય. રેપોરેટમાં વધારો કરવામાં આવતા લોન ધારકોને વધુ લોન ભરવી પડી રહી છે જેથી આરબીઆઈએ મોંઘવારી કાબુમાં આવતા રેપો રેટ યથાવત રાખ્યો છે. જેના કારણે લોન ધારકોને જે વધુ વ્યાજ ભરવાની ચિંતા હતી તેમાંથી આ વખતે મુક્તિ મળી છે. જો કે, એક વર્ષમાં 2.5 ટકા જેટલો વધારો થતા લોન મોંધી પણ પડી રહી છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.50 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. જેથી વ્યાજદરોના વધારામાંથી રાહત મળી છે. જો કે, મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, મોંઘવારી દર પણ 5 ટકાથી નીચે આવી ગયો છે. તાજેતરના જીડીપીના આંકડા અપેક્ષા કરતા વધુ સારા હોવાથી મોંઘવારી પહેલાની સરખામણીએ કાબુમાં આવતા આરબીઆઈ તરફથી આ રાહત આપવામાં આવી છે.
RBI ગવર્નરે જાહેરાત કરી હતી કે આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ એપ્રિલ મહિનામાં પણ વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. રેપો રેટમાં છેલ્લો વધારો ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટનો દર એ છે કે, જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે જ્યારે બેંકો પાસે ભંડોળની અછત હોય, ત્યારે તેઓ કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉછીના લઈ શકે છે. જેને રેપો રેટ કહે છે.
એપ્રિલ મહિનામાં મોંઘવારી દર 4.70 ટકા હતો. જ્યારે માર્ચ મહિનામાં આ જ દર લગભગ 5.6 ટકા હતો. આ વખતે મોંઘવારીનો અંદાજ ઘટાડી શકે છે. જો કે, આરબીઆઈ ચોમાસ દરમિયાન આગામી શું નિર્ણય લે છે તે પણ જોવાનું રહ્યું.