યુવાનો પુખ્ત થતા પોતાની મરજીથી લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે. માતા પિતાની અનુમતી વિના રજીસ્ટર્ડ મેરેજ કરી લે છે. ત્યારે આ મામલે માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન મુદ્દે મોટુ નિવેદન સીએમએ આપ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીને લઈને મુદ્દે સામે આવ્યો છે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દાને લઈને અવાર નવાર સહમતીને લઈને સરકાર વિચારણા કરે તેવી માગ પણ કરાઈ છે.
એસજીવીપીના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, છોકરીઓ ભગાડી જવાના મામલે ફરીથી સ્ટડી કરવો જોઈએ. માતા પિતાની સહમતી સાથે લગ્ન થાય તે માટે એક સ્ટડી કરીને સારામાં સારું રીઝલ્ટ લાવી શકાય તે પ્રકારે પ્રયત્ન કરીશું. આમ સીએમએ આ મામલે સિધો ઈસારો કર્યો છે. જેથી આગામી સમયમાં બની શકે છે કે, આ મામલે કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે અને માતા પિતાની મંજૂરી પ્રેમ લગ્નમાં ફરજીયાત કરવામાં આવે.
માતા પિતાનો થતો અન્યાય અટકાવીશું. બધાને ન્યાય મળે તે રીતે કાયદો બનાવીશું. દરેક ધર્મ અને સમાજને ન્યામ મળશે. તેવા સંકેત સીએમ દ્વારા આપવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા મહેસાણામાં આ મામલે એક અભિયાન હાથ ધર્યું હતું અને સ્કૂલોમાં બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. પ્રેમલગ્નની નોંધણી અને પરીવારની મંજૂરીની ગેનીબેન ઠાકોર પણ માગ કરી ચૂક્યા છે. પ્રેમ લગ્ન મુદ્દે અવાર નવાર આ મુદ્દે ચર્ચા પણ થતી રહી છે ત્યારે સીએમના નિવેદન બાદ ફરી એકવાર આ મુદ્દો સામે આવ્યો છે.