વડાપ્રધાનએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મહત્વ આપી આ ક્ષેત્રોમાં મહત્તમ રોજગારી આપવા પણ કેન્દ્રની અને એન.ડી.એ. સાશિત રાજ્યોની સરકારોએ ફોકસ કર્યું છે.
ગુજરાત સરકારના વિવિધ સંવર્ગોમાં નિમણૂક માટે પસંદગી પામેલા ૨૫૩૧ ઉમેદવારોને ગાંધીનગર મહાત્મા મંદિરમાં નિમણૂક પત્ર એનાયત થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ નવનિયુક્ત ઉમેદવારોને પ્રેરણાદાયી વિડિયો સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતે ભરતી કેલેન્ડર બનાવીને ટાઈમ ફ્રેમમાં ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને અત્યાર સુધી લાખો યુવાઓને નોકરીઓ આપી છે. એટલું જ નહીં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પારદર્શી પણ બનાવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અલગ-અલગ ડિજિટલ પ્લેટફોર્મ, મોબાઈલ એપ, વેબપોર્ટલ દ્વારા યુવા રોજગારીના અવસરો સરળતાએ ઉપલબ્ધ કર્યા છે, તે પણ અભિનંદનને પાત્ર છે એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.વડાપ્રધાનએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મહત્વ આપી આ ક્ષેત્રોમાં મહત્તમ રોજગારી આપવા પણ કેન્દ્રની અને એન.ડી.એ. સાશિત રાજ્યોની સરકારોએ ફોકસ કર્યું છે.
રાજ્ય સરકારની સેવાઓમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પ્રેરણા આપતાં વડાપ્રધાનએ જણાવ્યું કે, બદલાતા સમય અને ટેકનોલોજી સાથે યુવાશક્તિએ પણ સજ્જ થવું પડશે. વિકાસ ચક્રની તીવ્ર ગતિ સાથે દેશમાં રોજગાર અવસરોની ગતિ પણ વેગવંતી બની છે. તેનો વિશેષ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે એવો દુનિયાના તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો છે. ગુજરાત આનું નેતૃત્વ કરે તે દિશામાં રોજગાર અવસરો, સ્વરોજગાર માટે સરળતાએ લોન ધિરાણ આપીએ છીએ તેમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી સમગ્રતયા ૨૫૩૧ યુવા કર્મીઓનું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રમાં ઉમેરાયું છે.