છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બક્ષીપંચ અનામતને લઈને માગ ઉઠી હતી ત્યારે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું છે. વિધાનસભા સત્ર પહેલા આ વિધેયક તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરવામાં આવશે. ઓબીસી અનામત અંગે જે સુધારા કરાયા છે તેનો ઉલ્લેખ વિધેયકમાં કરાયો છે.
મહાનગર પાલિકા, પાલિકા અધિનિયમ, ગુજરાત પંચાયત અધિનિયમના સુધારા કરતું વિધેયક પસાર કરાશે. જેમાં અગાઉની કલમમાં સુધાર કરાયો છે. તમામ અનામત 50થી વધુ ન હોય તે અંગેની જોગવાઈ સુધારા વિધેયકમાં રખાઈ છે. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા ઓબીસી અનામત રાખવાનો સુધારો કરતી કલમ ઉમેરાઈ છે.
સત્રના અંતિમ દિવસે આ સુધારા સાથેનું વિધેયક રજૂ કરવામાં આવશે. જે જોગવાઈ કરાઈ હતી તેનો ઉલ્લેખ કરાયો હતો. જે કલમ હતી તેમાં આ સુધારા કરાયા છે. 4 જેટલા બિલો અંતિમ દિવસે આવશે જેમાં વિધાનસભા ગૃહમાં આ બિલ પણ રજૂ કરવામાં આવશે.