શુદ્ધ દેશી ગાયનું ઘી જયારે આપણા પૂર્વજો આરોગતા હતા દરેક બીમારીઓ તેમના થી દૂર ભાગતી.
શુદ્ધ દેશી ગાયનું ઘી જયારે આપણા પૂર્વજો આરોગતા હતા દરેક બીમારીઓ તેમના થી દૂર ભાગતી.. ભાઈ… આ છે ગાયના ઘી ના ચમત્કાર ને હજુય આપણે તેનો યોગ્ય વપરાશ કરીએ તો તંદુરસ્ત રહી શકીએ. ઘી રોટલી કે અન્ય વાનગીઓ સાથે મિલાવી આપણે આરોગીયે છીએ તેથી આંખોના તેજ ની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય છે. ઘી ની સોડમ લાજવાબ હોય ને તેના ફાયદા ભરપૂર છે. ઘી ખાવાની સાથે તેને લગાડવાના ફાયદા જોઈએ: જેના કારણે વાળ જાડા અને મુલાયમ બને છે. ઘી ચહેરા પર પણ લગાવવામાં આવે છે વાસ્તવમાં, ઘીના પોષક તત્વો ત્વચાને કોમળ બનાવી સાથે જ દાગ, પિમ્પલ્સ, ડાર્ક સર્કલ વગેરે સહિતની અશુદ્ધિઓને દૂર કરે છે. ઘીમાં ભરપૂર માત્રામાં વિટામિન A, D, E અને K હોય છે. તેમાં સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા મળે છે. લોહીમાં યુરિક એસિડ કેટલું સામાન્ય છે અને ઉચ્ચ યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરે છે. ત્વચાને લગતા તમામ રોગોનું નિવારણ લાવે છે હોઠ ફાટવું કે ત્વચા ફાટી હોય ત્યારે ઘી લગાવવાથી એકદમ મુલાયમ બની જાય છે. વિટામિનથી ભરપૂર ઘી તેના એન્ટી-એજિંગ ગુણોને કારણે કરચલીઓ ઓછી કરે છે. ખંજવાળ આવતી હોય તો પણ ઘી લગાવવાથી ફાયદો થાય છે, આંખો હેઠળના ડાર્ક સર્કલ દૂર કરવા મદદરૂપ છે. બળતરા કે દાજ્યા પર ઘી રાહત આપે છે.