ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહ્યા બાદ હવે અભિનેત્રી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં રિ-એન્ટ્રી કરી છે. અભિનેત્રીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘સજની શિંદે કા વાયરલ વીડિયો’ 27 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ભાગ્યશ્રી એક એવી અભિનેત્રી છે જેણે બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લોકોના દિલમાં ઘર કરી લીધું હતું. આ પહેલી જ ફિલ્મે ભાગ્યશ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. પરંતુ, તેના એક નિર્ણયે તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયરનો અંત લાવી દીધો હતો.
જો કે, હવે ભાગ્યશ્રી ફિલ્મ ‘સાજિની શિંદે કા વાયરલ વીડિયો’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુબોધ ભાવે સ્ક્રીન શેર કરી રહ્યા છે, જેને લઈને ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે. આ સાથે રાધિકા મદાન અને નિમરત કૌર પણ ફિલ્મમાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
1 મિનિટ 38 સેકન્ડનું ટ્રેલર
‘સજની શિંદે કા વાયરલ વીડિયો’નું ટ્રેલર 1 મિનિટ 38 સેકન્ડનું છે જે ખૂબ જ રોમાંચક અને અનોખું છે. ટ્રેલરમાં સજની શિંદે ઉર્ફે અભિનેત્રી રાધિકા મદાન કેવી રીતે અને કેમ ગાયબ થઈ, તેના ગુમ થવા પાછળ કોણ જવાબદાર? તે સવાલ તમને પકડીને રાખશે. એકંદરે ફિલ્મનું ટ્રેલર લોકોમાં એક નવી ચર્ચાનું કારણ બની ગયું છે.