બોલિવૂડ અભિનેતા વિકી કૌશલની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સામ બહાદુર’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં, વિકી ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉના લૂકમાં દેખાઈ રહ્યો છે. તેના આ લૂકને જોઈને તમે એક ક્ષણ માટે તેને ઓળખી પણ નહીં શકશો. આ નવા પોસ્ટરની સાથે વિકીએ ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ લુકને જોયા બાદ વિકી કૌશલના ફેન્સની એક્સાઈટમેન્ટ લેવલ વધુ વધી ગયું છે.
નવા સ્વરૂપમાં દેખાયો વિકી
વિકી કૌશલની ફિલ્મ ‘સામ બહાદુર’ના આ નવા પોસ્ટરમાં ચાહકો તેનો લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. ફિલ્મનું આ પોસ્ટર શેર કરતી વખતે તેના પર ફિલ્મની રિલીઝ ડેટ 1 ડિસેમ્બર 2023 લખવામાં આવી છે. સાથે જ, આ પોસ્ટરને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, વિકીએ કેપ્શન આપ્યું – ‘તેમનું જીવન અને અમારા માટે ઇતિહાસ…સામ બહાદુરનું ટીઝર આવતીકાલે રિલીઝ થશે. આ પહેલા વિકીએ વધુ એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે આર્મી યુનિફોર્મમાં માણેકશૉ તરીકે લૉનમાં ઊભો જોવા મળ્યો હતો.
13મીએ ટીઝર રિલીઝ થશે
વિકી કૌશલ ઉપરાંત આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘એનિમલ’ સાથે ટકરાશે. ‘એનિમલ’માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું પહેલું ગીત ‘હુઆ મેં’ તાજેતરમાં જ રિલીઝ થયું હતું. લોકોને આ ગીત ખૂબ પસંદ આવ્યું. આવતી કાલે વિકીની ફિલ્મનું ટીઝર રિલીઝ થશે.