Paytmની ગણતરી ભારતની ટોચની કંપનીઓમાં થાય છે, જે ડિજિટલ પેમેન્ટમાં સૌથી આગળ જોવા મળે છે. હાલમાં, કંપની તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા લાવી રહી છે, જેની મદદથી ગ્રાહકો પોતાના માટે QR કોડ આધારિત ટિકિટ બુક કરાવી શકે છે. જો તમે પણ Paytm યુઝર છો તો આ માહિતી તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, Paytm એ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DRMC) સાથે આ QR કોડ-આધારિત ટિકિટિંગ સુવિધા માટે ભાગીદારી કરી છે. આ સુવિધા હેઠળ મુસાફરો તેમની મુસાફરીના દિવસે એન્ટ્રી સ્ટેશન અને ડેસ્ટિનેશન સ્ટેશનની માહિતી આપીને ‘મેટ્રો’ હેઠળ Paytm એપ્લિકેશન પર મોબાઇલ QR ટિકિટ બુક કરી શકે છો. આ સાથે, પ્રવાસમાં આગળ વધવા માટે તમે તમારા સ્માર્ટફોનને એન્ટ્રી અને એક્ઝિટ સ્ટેશનના AFC ગેટના QR કોડ સ્કેનરની સામે મૂકી શકો છો.
કેવી રીતે મદદરૂપ થશે?
આ નવી સુવિધાથી મુસાફરોને ઘણી મદદ મળશે. દિલ્હી મેટ્રો સ્ટેશનો પર આ QR-આધારિત ટિકિટિંગ લાખો મેટ્રો મુસાફરોને મદદરૂપ થશે. કંપનીનું કહેવું છે કે, અમારી કંપની, જે QR કોડ આધારિત પેમેન્ટમાં ટોપ પર છે, તેનો ઉદ્દેશ્ય મેટ્રોના મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગ સુવિધાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે. આ સાથે Paytm, Paytm UPI Lite, Paytm UPI, Paytm Wallet, Paytm પોસ્ટપેડ, નેટ બેંકિંગ અથવા કાર્ડ જેવા પેમેન્ટ વિકલ્પોમાં પણ રાહત મળે છે. આ તેમને સમય બચાવવામાં મદદ કરશે. એટલું જ નહીં, આ સુવિધાનો ઉપયોગ કરીને દિલ્હી મેટ્રોના મુસાફરો ટિકિટ માટે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર લાંબા અંતરની મુસાફરી કરી શકશે.