કેપ્સિકમ એ ખૂબ જ લોકપ્રિય અને ગુણવત્તાયુક્ત શાકભાજી મનાય છે. કેપ્સિકમ વજન ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેપ્સિકમ લાલ, લીલા અને પીળા જેવા ઘણા રંગોમાં ઉપલબ્ધ હોય છે. આ તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.
કેલરીમાં ઘટાડો
કેપ્સિકમમાં કેલરી ઓછી હોય છે, જે તેને વજન ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે. તેની મદદથી કેલરી વધાર્યા વિના પેટને લાંબા સમય સુધી ભરેલું રાખી શકાય છે.
ફાઇબરથી ભરપૂર
કેપ્સિકમમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક ફાઈબર હોય છે. તે પાચનમાં સુધારો કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી વ્યક્તિને ઝડપથી ભૂખ લાગતી નથી. આ રીતે કેલરીની માત્રાને નિયંત્રિત કરી શકાય છે.
વિટામિન સીનો છે ખજાનો
કેપ્સિકમમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. પરંતુ, તે વિટામિન સી પ્રદાન કરવા માટે સૌથી વધુ જાણીતી શાકભાજી છે. આ પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે ઘણા પાસાઓમાં સ્થૂળતા સામે લડવામાં મદદ કરે છે.
(Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)