મૈસા અબ્દેલ હાસીની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તરી ઇઝરાયેલ શહેર નાઝારેથમાં રહેતી મૈસા અબ્દેલ હાદીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને ગુરુવાર સુધી તેની અટકાયત કરવામાં આવશે. હાદીએ કથિત રીતે ઈસ્લામિક આતંકવાદી જૂથ હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન ગાઝા પટ્ટી અને ઈઝરાયેલ વચ્ચેની વાડ તોડતા બુલડોઝરનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં ઈઝરાયેલનું કહેવું છે કે 1,400થી વધુ લોકો માર્યા ગયા હતા. ગાઝામાં હમાસ સરકારનું કહેવું છે કે દરિયાકાંઠાના વિસ્તાર પર ઈઝરાયેલના જવાબી હુમલામાં 5,000થી વધુ લોકો માર્યા ગયા છે.
મૈસા અબ્દેલ હાદીની વિવાદાસ્પદ પોસ્ટ
મૈસા અબ્દેલ હાદીએ કૅપ્શનમાં લખ્યું હતું કે, “ચાલો બર્લિનની શૈલીમાં જઈએ,”. જે બર્લિનની દિવાલના પતનના સંદર્ભંમાં છે, જેણે જર્મનીને 1989 સુધી વિભાજિત કર્યું. “તેના પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ છે,” તેના વકીલ જાફર ફરાહે કહ્યું, જે હ્યુમનના ડિરેક્ટર પણ છે. 37 વર્ષની અભિનેત્રી મૈસાએ ઘણી શ્રેણી, ફિલ્મો અને નાટકોમાં અભિનય કર્યો છે.