ગુજરાતી ફિલ્મ ધમણ સહિત અનેક હિન્દી સિરીયલોમાં રોલ કરનાર રાજકોટનો યંગ કલાકાર જેનિશ બુદ્ધદેવ આજે ગુજરાતી ફિલ્મસ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મ પ્રમોશન ઈવેન્ટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે જોવા મળશે. મલ્હાર ઠાકર અભિનીત શુભયાત્રા ફિલ્મના પ્રમોશન માટે મલ્હાર ઠાકર આજે રાજકોટ આવી રહ્યો છે. જેની ફિલ્મનું પ્રમોશન કાલાવાડ રોડ સ્થિત બીએપીએસ મંદિરેથી થઈ એમબીએ ચાયવાલા સુધી કરશે ત્યાં ઈવેન્ટ યોજાશે અને ત્યાંથી ઈન્દિરા સર્કલ સુધી રહેશે તે દરમિયાન જેનિશ બુદ્ધદેવ પણ તેમની સાથે શુભયાત્રા ફિલ્મનું પ્રમોશન કરશે. આજે સવારે 9 કલાકેથી પ્રમોશન યાત્રા શરુ થઇ હતી. ત્યારબાદ એમબીએ ચાયવાલા કાફેમાં મલ્હાર ઠાકર ફિલ્મ વિશેની વાતો શેર કરશે. આ ઇવેન્ટનું આયોજન યુનિટ ઇવેન્ટેસ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ વખત મલ્હાર ઠાકરની ઇવેન્ટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે જેનીશ બુઘ્ધદેવ હાજરી આપશે. જેનીશ બુઘ્ધદેવે હિન્દી સિરિયલ અહિલ્યાબાઇ, મેરે સાંઇ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ, ભીમરાવ આંબેડકરમાં કામ કર્યુ છે. જેનીશ બુઘ્ધદેવે હાલમાં જ ધોરણ ૧ર બોર્ડની પરીક્ષા આપીછે. હાલમાં તેઓ મુંબઇમાં એકિટગની તાલીમ લઇ રહ્યા છે. પિતા ભરતભાઇ બુઘ્ધદેવ, માતા દક્ષાબેન બુઘ્ધદેવ, ભાઇ જયદીપ બુઘ્ધદેવ, ભાભી શ્ર્વેતાબેન બધા ઘરના સભ્યો જેનીસને સતત પ્રોત્સાહન આપે છે આમાંથી આજના યુવધાનને ઘણું બધુ શીખવા મળે છે.