ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઇડીએ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના ઉલ્લંઘન અને સાહેબગંજ જિલ્લામાં ગેરકાયદેસર માઇનિંગ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસ માટે સમન્સ પાઠવ્યું છે
તેમણે કહ્યું, ‘આ આરોપો ક્યાંયથી યોગ્ય લાગતા નથી. 1000 કરોડનું કૌભાંડ કરવા માટે કેટલા કરોડનું માઇનિંગ હશે. તપાસ એજન્સીઓએ સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધવું જોઈતું હતું. જેમ કાર્યવાહી ચાલી રહી છે, એવું લાગે છે કે અમે દેશ છોડીને ભાગવાના છીએ. આને સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર કહી શકાય, જે અમારી સરકાર બની ત્યારથી ચાલી રહ્યું છે.’
EDને લખ્યો હતો પત્ર
માહિતી અનુસાર, હેમંત સોરેને EDને પત્ર લખીને અપીલ પણ કરી હતી કે તેમને 17 નવેમ્બરના બદલે 16 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવે. અગાઉ, જ્યારે EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારે તેમણે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. તેમણે વ્યસ્ત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો.
કયા મામલે થશે પૂછપરછ?
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઇડીએ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના ઉલ્લંઘન અને સાહેબગંજ જિલ્લામાં ગેરકાયદેસર માઇનિંગ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ આ કેસમાં સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા અને અન્ય બે સ્થાનિક કથિત બાહુબલી બચ્ચુ યાદવ અને પ્રેમ પ્રકાશની ધરપકડ કરી છે. EDએ કહ્યું છે કે તેણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાના ગેરકાયદે માઇનિંગ સંબંધિત ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.
ઝારખંડમાં ગેરકાયદેસર માઇનિંગ અને મની લોન્ડરિંગના સંબંધમાં અનેક દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન હેમંત સોરેન સાથે જોડાયેલા ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં તેમની ઘણી બેંકોની ચેકબુક, પાસબુક અને હેમંત સોરેનની સહીનો સમાવેશ થાય છે. EDએ આ મામલે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ધરપકડ કરાયેલા આરોપી પંકજ મિશ્રા પાસેથી કબજે કર્યા હતા.