2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સંગઠનમાં મોટો ફેરબદલ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગુજરાતમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેનું નામ લગભગ ફાઈનલ થઈ શકે છે. મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે.
સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામલે કરવામાં આવે તેવી સંપૂર્ણ તૈયારી છે. કેમ કે, પ્રદેશ અધ્યક્ષ ચાર રાજ્યોના બદલાયા જેમાં સીઆર પાટીલનું સ્થાન હજૂ પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે બરકરાર છે ત્યારે તેમના પ્રમોશનને લઈને પણ ઘણા સમયથી ગણગણાંટ ચાલી રહ્યો છે ત્યાર તેમના બાદ પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં કોણ રહેશે તેના પર સસ્પેન્શ ચોક્કસથી છે પરંતુ મનસુખ માંડવીયાને આ પદ આપવામાં આવે તેવી શક્યતા છે.
માંડવિયા 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં અનુસ્નાતક, માંડવિયા લાંબી પદયાત્રાના આયોજન માટે પણ જાણીતા છે. રાજનિતીમાં સારો એવો અનુભવ ધરાવે છે અને પીએમ મોદીની ગૂડબુકમાં પણ તેઓ આવે છે. જેથી બની શકે છે કે, તેમને જ આ પદ સોંપવામાં આવી શકે.