માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ કરાયા છે. આ બેઠકમાં વિલંબ થતા બધાને લાગતું હતું કે, યોગેશ પટેલનું પણ પત્તુ કપાશે
આનંદીબેનના પુત્રી અનાર પટેલના નામની પણ ચર્ચા હતી. જો કે મોડી રાત્રે જુના જોગી યોગેશ પટેલને રિપીટ કરાતા તેઓ આઠમી વખત ચૂંટણી લડશે. આ ઉપરાંત અતુલ પટેલના નામની પણ ચર્ચા હતી. આ બેઠક એવી હતી કે જ્યાં ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા સુધી કોઈ નામ નક્કી થઈ શક્યું ન હતું પરંતુ આખરે જૂના જોગીને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપ દ્વારા 182મી ટિકિટોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી ભાજપનું જીત એ જ માત્ર લક્ષ્યાંક આ વખતે રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે માંજલપુર વિધાનસભા બેઠક પરથી યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવતા તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે રેલી કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ભાજપના સમર્થકો પણ તેમની રેલીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે હું બહુમતીથી જીતીશ જો કે, ઘણા લાંબા સમયથી તેઓ જીતતા આવ્યા છે. અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે.