ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામના રહેવાસી ઈસબખાન સાહેબખાન મલેક અને મોહસીનખાન ઇસબખાન મલેક તેમજ અમદાવાદ જીલ્લાનાં સાણંદ ગામનાં રહેવાસી જયેશકુમાર વિશ્વનાથ રાવલ એમ બંને હિન્દુ અને મુસ્લિમ પરિવારોએ એક થઈને હર્ષોલ્લાસ સાથે દીકરીનાં લગ્ન પ્રસંગે મામેરુ ભર્યું. બ્રાહ્મણ સમાજની દીકરીનાં મામેરાનાં અવસરમાં મુસ્લિમ પરિવારને સામેલ કરવાથી મુસ્લિમ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોસાળ પક્ષ તરીકે જયેશકુમાર વિશ્વનાથ રાવલ, ગીતાબેન જયેશકુમાર રાવલ, ઈસબખાન સાહેબખાન મલેક, અસરફબેન ઈસબખાન મલેક અને મોહસીનખાન ઇસબખાન મલેક ઉપસ્થિત રહ્યા હતા સાથે માનવતા અને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળેલ છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર