રાહુલ ગાંધીએ કહ્યું કે પંડિતે મને કહ્યું કે તમે તમારા ભાષણમાં પૂછો કે ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે પરંતુ જય સિયારામ, હે રામ ક્યારેય નથી બોલતા. મને આ વાત ઘણી સારી લાગી
તેમણે કહ્યું કે સીતા વિના ભગવાન રામનું નામ અધૂરું છે – તે એક જ છે, તેથી જ આપણે ‘જય સિયારામ’ કહીએ છીએ. ભગવાન રામ સીતાજી માટે લડ્યા. આપણે જય સિયા રામનો જાપ કરીએ છીએ અને મહિલાઓને સીતાનું સ્વરૂપ માનીને તેમનો આદર કરીએ છીએ. જય સિયારામ…
રાહુલ ગાંધીએ ભાજપને આપી સલાહ
રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં એક પંડિત મારી પાસે આવ્યા અને સમજાવ્યા પછી તેમણે મને ઊંડો પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું કે જે ભગવાન રામ હતા તે તપસ્વી હતા. તેમણે પોતાનું આખું જીવન તપસ્યામાં લગાવી દીધું. પછી તેમણે કહ્યું કે ગાંધીજી હે રામ કહેતા હતા. તેમનું સ્લોગન હતું હે રામ.
હે રામ નો અર્થ, રામ એક જીવન જીવવાની રીત છે. તે માત્ર એક વ્યક્તિ જ ન હતા, તેઓ એક જીવન જીવવાની રીત હતા – પ્રેમ, ભાઈચારો, આદર, તપસ્યા. તેમણે આખી દુનિયાને જીવવાની રીત બતાવી અને ગાંધીજી જ્યારે હે રામ કહેતા ત્યારે તેમનો અર્થ એવો હતો કે જે ભગવાન રામ છે એ ભાવના આપણા હૃદયમાં છે અને આપણે એ ભાવના સાથે જીવન જીવવાનું છે. આ છે હે રામનો અર્થ, ભગવાન રામે પોતાનું જીવન જે રીતે જીવ્યું, તેમણે જે તપસ્યા કરી, તેમણે જે પ્રેમ ફેલાવ્યો, સમાજ માટે જે કાર્ય કર્યું તે રીતે આપણું જીવન જીવવાનું છે. પછી પંડિતજીએ બીજું સૂત્ર કહ્યું- જય સિયા રામ. જય સીતા જય રામ મતલબ સીતા અને રામ એક જ છે. તેથી જ નારો છે – જય સિયારામ કે જય સીતારામ.
મતલબ જે રામે સીતા માટે કર્યું, સીતા માટે ગયા અને લડ્યા. જે સીતા એ માટે જગ્યા હોવી જોઈએ એનું આદર કરીએ છીએ ને ત્રીજો નારો છે જય શ્રી રામ – જેમાં આપણે ભગવાન રામની જય કરીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે પંડિતે મને કહ્યું કે તમે તમારા ભાષણમાં પૂછો કે ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે પરંતુ જય સિયારામ, હે રામ ક્યારેય નથી બોલતા. મને આ વાત ઘણી સારી લાગી.
RSS-BJPએ જય શ્રી રામની સાથે બીજા નારા પણ બોલવા જોઈએ
રાહુલે કહ્યું કે ભાજપ-આરએસએસના લોકો ભગવાન રામની ભાવનાને અપનાવતા નથી કારણ કે ભગવાન રામ જે જીવન જીવ્યા, તેમણે કોઈની સાથે અન્યાય કર્યો નથી. સમાજને જોડવાનું કામ કર્યું, દરેકને સન્માન આપ્યું, દરેકને મદદ કરી અને સૌથી જરૂરી નારો જય સિયારામ તો ન બોલી શકે કારણ કે તેમના સંગઠનમાં એક પણ મહિલા નથી. તે એ તો રામનું સંગઠન નથી કારણ કે એમના સંગઠનમાં સીતા નથી આવી શકતી. એને તો બહાર કરી દીધી છે.
આ દરમિયાન રાહુલે કહ્યું કે હું RSSના જે મિત્ર છે, હું તેમને કહેવા માંગુ છું કે જય શ્રી રામ જરૂર બોલવું, પરંતુ જય સિયારામ અને હે રામ… ત્રણેયનો ઉપયોગ કરો અને સીતાજીનું અપમાન ન કરો. યાત્રામાં મને ઘણું શીખવા મળ્યું છે.