ગુજરાતમાં મોદી લહેર ફરી વળી હતી અને ભાજપએ મોટા પાયે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું, મોદી હૈ તો મુમકીન હૈ. ગુજરાતની ચૂંટણી બાદ આ સૂત્ર યોગ્ય સાબિત થતું જણાય છે. કારણ કે 27 વર્ષ સુધી સત્તામાં રહીને જો કોઈ પાર્ટી રેકોર્ડ બનાવે તો તેનું ઉદાહરણ સામાન્ય રીતે જોવા મળતું નથી, પરંતુ આ લક્ષ્યને હાંસલ કરવા માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રોડ શો પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
પીએમ મોદીએ ગુજરાત વિધાનસભામાં 32 જેટલી સભાઓ કરી હતી અને મોટા ભાગના જીલ્લોમાં તેમણે સભાઓ ગજાવી હતી.54 વિધાનસભા બેઠકો આવરી લીધી હતી તેમાંથી 48 બેઠકો પર ભાજપને સફળતા મળી હતી.મોદીએ કોંગ્રેસના ગઢ વ્યારાથી શરૂઆત કરી હતી અને કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુજરાતમાં મોદીના નામથી લોકો કોઈ પણ ઉમેદવારને મત આપી દે તેવી એક વાત હમેશા ચુંટણીના ગલિયારાઓમાં ગુંજાતી રહે છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં મોદી લહેર ફરી વળી હતી અને ભાજપએ મોટા પાયે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી.