ઈરાનમાં મહેસા અમીનીની હત્યા બાદ મહિલાઓએ રાષ્ટ્રીય સ્તરે હિજાબને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પછી ઈરાન સરકારે પીછેહઠ કરવી પડી હતી. આંદોલનકારીઓ સામે અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઈરાની સેનાની મહિલાઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહી છે.
ઈરાનમાં હિજાબને લઈને ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના કારણે મહેસા અમીનીના મૃત્યુ માટે જવાબદાર મનાતી મોરાલિટી પોલીસને કથિત રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ત્યારે આંદોલનકારીઓ સામે અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઈરાની સેનાની મહિલાઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ઈરાની સેના પેલેટ ગનનો ઉપયોગ કરીને મહિલાઓના ચહેરા, સ્તન અને ગુપ્તાંગને નિશાન બનાવી રહી છે.
એક અખબારી અહેવાલ મુજબ ડોક્ટરો અને નર્સોની એક ટીમ ધરપકડથી બચવા માટે ગુપ્ત રીતે ઘાયલોની સારવાર કરી રહી છે. તેમણે કહ્યું કે તેમણે પહેલીવાર જોયું છે કે મહિલાઓના પગ, નિતંબ અને પીઠ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મહિલાઓ આવા ખતરનાક ઘા લઈને આવી હતી. ધ્યાન આપવા જેવી બાબત છે કે સેનાએ આવા મામલાઓને દબાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, જેના કારણે મહિલાઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો પોતાની ઓળખ પણ છુપાવી રહ્યા છે.
આ અહેવાલ સાથે ઈરાની બર્બરતાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં મહિલાઓના શરીર પર બર્ડશોટ ગોળીઓ દેખાઈ રહી હતી, જે ચોક્કસપણે ખૂબ જ નજીકથી ફાયર કરવામાં આવી હતી. આ કેસમાં 10 ડોક્ટરોની ટીમે ગંભીર રીતે ઘાયલ મહિલાઓની સારવાર કરી છે. તેમણે કહ્યું છે કે જે લોકો તેમની સારવાર માટે આવી રહ્યા હતા, તેમના ઘા ખૂબ જ ગંભીર હતા. એટલું જ નહીં, તેમણે કહ્યું કે મહિલાઓ, પુરુષો અને બાળકો બંનેની આંખમાં ગોળીઓ લાગવી સામાન્ય વાત હતી, જે ઈરાની સેનાની બર્બરતા દર્શાવે છે.
આ મામલામાં મિડલ ઈસ્ફહાન વિસ્તારના એક ડોક્ટરે જણાવ્યું છે કે સેનાના અધિકારીઓ પુરુષો અને મહિલાઓને અલગ-અલગ રીતે નિશાન બનાવી રહ્યા છે કારણ કે તેઓ આ મહિલાઓની સુંદરતા ખતમ કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે તેમણે એક 20 વર્ષની મહિલાની સારવાર કરી, જેના પ્રાઈવેટ પાર્ટ પર બે છરા વાળી ગોળીઓ હતી.
આ ઉપરાંત મહિલાની જાંઘના અંદરના ભાગમાંથી દસ જેટલા ગોળીઓ છોડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ પછી તેમણે મહિલાને લેડીઝ ડોક્ટર પાસે જવાની સલાહ આપી. મહિલાએ જણાવ્યું કે તે વિરોધ કરી રહી હતી અને આ દરમિયાન ઈરાની સેનાના 10 લોકોના સમૂહે તેને ઘેરી લીધી અને પેલેટ ગોળીઓ ચલાવી.