કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘2011માં કોંગ્રેસ સરકારે ચીનની ધમકી બાદ સરહદ પર ડેમચોકમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અટકાવી દીધું હતું. કોંગ્રેસના સમયે જ આપણી પાસેથી હજારો કિલોમીટર જમીન પડાવી લેવામાં આવી હતી. જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીન પર પણ કોઈ કબજો નહીં કરી શકે.’
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જે સમયે ગલવાનમાં આપણા સૈનિકો ચીની સેના સાથે લડી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના લોકો ચીની નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા.’
‘એક ઈંચ જમીન પણ કોઈને લેવા નહીં દઈએ’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘2011માં કોંગ્રેસ સરકારે ચીનની ધમકી બાદ સરહદ પર ડેમચોકમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અટકાવી દીધું હતું. કોંગ્રેસના સમયે જ આપણી પાસેથી હજારો કિલોમીટર જમીન પડાવી લેવામાં આવી હતી. જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીન પર પણ કોઈ કબજો નહીં કરી શકે.’
અમિત શાહનો કોંગ્રેસ પર ગંભીર આરોપ
ગૃહમંત્રીએ કહ્યું, ‘મેં પ્રશ્નકાળની યાદી જોઈ અને પ્રશ્ન નંબર 5 જોયા પછી, હું કોંગ્રેસની ચિંતા સમજી ગયો. પ્રશ્ન રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) ના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાયસન્સ રદ કરવાના સંદર્ભમાં હતો. જો તેઓ પરવાનગી આપે તો હું સંસદમાં જવાબ આપતે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2005-2007 દરમિયાન ચીની એમ્બેસી પાસેથી 1.35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, જે FCRA મુજબ યોગ્ય ન હતી. તેથી, નિયમો અનુસાર, ગૃહ મંત્રાલયે તેનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું.’
9 ડિસેમ્બરે હિંસક અથડામણ થઈ
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર 9 ડિસેમ્બરે સંવેદનશીલ વિસ્તારમાં LAC પર યાંગત્સે પાસે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સેનાએ કહ્યું કે 9 ડિસેમ્બરે પીએલએના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરીને તેમને ખદેડી દીધા હતા. આ દરમિયાન બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા છે.