હવે ગૂગલ પે યુઝર્સ માટે પણ સારા સમાચાર છે, કારણ કે ગૂગલ પે તેના યુઝર્સ માટે ફાયદાકારક સ્કીમ સાથે માર્કેટમાં આવ્યું છે. આ સ્કીમમાં જોડાવાથી તમે 1 લાખ રૂપિયાનો રોકડ લાભ મેળવી શકો છો.
હકીકતમાં આજકાલ દરેક વ્યક્તિ ડિજિટલ ઇન્ડિયા હેઠળ યુપીઆઈ (UPI) મોડ દ્વારા ચુકવણી કરી રહ્યો છે. ગુગલ પે (Google Pay) તેમા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સર્વિસ છે. પરંતુ કેટલાક યુઝર્સ હજુ પણ નથી જાણતા કે ગૂગલ પે (Google Pay) તેના યુઝર્સને 1 લાખ સુધીની લોન આપે છે. તે પણ દસ્તાવેજો વગર. તમારે આ લોન ત્રણ વર્ષમાં ચૂકવવી પડશે, તે પણ ખૂબ જ સરળ હપ્તામાં. ઉલ્લેખનીય છે કે DMI ફાઇનાન્સ પહેલા પ્રી-ક્વોલિફાઇડ એલિજિબલ યુઝર્સ નક્કી કરશે. તેના પછી અરજી કરનારા યુઝર્સને લોન ઓફર કરશે. જે યુઝર્સ એલિજિબલ થશે તેમના એકાઉન્ટમાં કેટલીક ઔપચારિકતાઓ બાદ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ પે (Google Pay) આવનારા દિવસોમાં આ લોનની રકમ વધારવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ગ્રાહકોને મોબાઈલ ફોન પર થોડીક ક્લિક કરવાથી જ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુગલ પે (Google Pay) યુઝર્સ માટે આ શક્ય બનાવવા માટે DMI Finance સાથે સહયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જો કે આ લોન આપતા પહેલા સંબંધિત ગ્રાહકનો ક્રેડિટ સ્કોર પણ ચેક કરવામાં આવશે. જેનો ક્રેડિટ સ્કોર ઓછો હશે. તેમને આ સુવિધાનો લાભ મળી શકશે નહીં.