રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મેના રોજ સાંજે જાહેરાત કરી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બંધ કરવામાં આવશે. જો કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. 2000 રૂપિયાની આ નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. કારણ કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કેન્દ્ર સરકારને ફરીથી નિશાન બનાવવામાં આવી રહી છે અને તેમને 2016માં નોટબંધીની યાદ અપાવવામાં આવી રહી છે.
વિપક્ષે સવાલો ઉઠાવ્યા
આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે નોટબંધી કરવાની જ હતી તો પછી તેઓ આ કેમ લાવ્યાં. વિપક્ષો દ્વારા પીએમ નરેન્દ્ર મોદી સરકારને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. તે જ સમયે, ભાજપના નેતાઓ આરબીઆઈ અને સરકારના આ નિર્ણયના ફાયદા ગણાવી રહ્યા છે કે તે યોગ્ય છે. ભાજપના નેતાઓ દ્વારા તેને કાળા નાણા સામેની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જો 2000 રૂપિયાની નોટ બંધ જ કરવાની છે તો આને શા માટે લાવ્યા.
ભાજપે બચાવ કર્યો
અશોક ગેહલોતે કહ્યું કે જો 2000 રૂપિયાની નોટ પહેલાથી ચલણમાં ન હતી તો તમારે આનો પણ જવાબ આપવો જોઈએ. અશોક ગેહલોતે કહ્યું કે અગાઉ પણ આવી ભૂલ કરી ચુક્યા છે અને ફરી ભૂલ કરી દીધી. આ અંગે બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે કાળા નાણા પર આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક છે. તે જ સમયે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. આવા નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવે છે.