હળદર એ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ મસાલાનો ગુણ ધરાવતી ઔષધિ ગણાવી શકાય છે. જેનો ઉપયોગ રસોઈનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે.આયુર્વેદમાં તો હળદર એ તમામ રોગોને દૂર કરતો ઉપચાર છે.
નવશેકા પાણીના એક ગ્લાસમાં એક ચમચી મધ સાથે અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી સવારે ખાલી પેટે પીવાના ઘણાં ફાયદાઓ છે. વળી હળદરની તાસીર ગરમ હોવાથી શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, હળદરમાં વાત અને કફ દોષોના શાંત ગુણધર્મો છે અને તે શરીરમાં રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસમાં મધ વગર ફક્ત હળદર વાળું ગરમ પાણી પીવું ખુબ જ લાભકારક છે. તેમાં લોહીને પાતળું કરવાનો ગુણ હોય છે. ખાસ કરીને એવા લોકો કે જેમને નાકમાંથી લોહી નીકળવું કે પાઈલ્સ જેવી સમસ્યા હોય છે.તમે નિયમિતપણે હળદરના પાણીનું સેવન કરી શકો છો. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ ચમચી હળદર ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. હળદર એ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ મસાલાનો ગુણ ધરાવતી ઔષધિ ગણાવી શકાય છે. જેનો ઉપયોગ રસોઈનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે.આયુર્વેદમાં તો હળદર એ તમામ રોગોને દૂર કરતો ઉપચાર છે. એક ગ્લાસ પાણી હૂંફાળું કરો. તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ પણ લઈ શકાય. હળદરમાં કર્ક્યુમિન હોય છે. વજન ઘટાડવા અને પાચનમાં મદદ કરે છે, કેન્સરને રોકવામાં મદદ કરે છે,ત્વચા ને સ્વસ્થ રાખે છે ચામડીના રોગો દૂર ભાગે છે,આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપે છે. નાના બાળકો થી લઈને મોટેરાઓ સુધી હળદરનું સેવન અલગ અલગ રીતે પણ કરી શકે છે પરંતુ હુંફાળા પાણીમાં ચુટકી હળદર પાવડર ચમત્કાર કરી શકે છે.