દાહોદ: બે વર્ષના કોરોના કાળ પછી ભવ્યથી અતિ ભવ્ય રાધાકૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ ગણતંત્ર દિવસે દાહોદ સ્થિત ડબગર સમાજ દ્વારા વસંત પંચમી નિમિત્તે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આ શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નાના ડબગરવાડ સુધી કાઢવામાં આવી હતી.
શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવાના હેતુથી સર્વે ડબગર સમાજ દ્વારા રાસ ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને ભાઈ બહેનોએ ભાગ લઈને રાસ ગરબા રમી ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી નીકળી જૂની કોર્ટ રોડ થઈ ગાંધી ચોક એમ જી રોડ નેતાજી બજાર હનુમાન બજાર માર્કેટયાર્ડ થી ગૌશાળા ચોક થી દોલત ગંજ બજાર થી પરત રાધાકૃષ્ણ મંદિરે રથયાત્રા લાવવામાં આવી હતી અને મહા આરતીનો સર્વે ભાવિક ભક્તોએ લાભ લઈને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ શોભાયાત્રા દાહોદ સ્થિત દરેક સમાજ અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રિપોર્ટર: અક્ષયકુમાર દિનેશભાઈ પરમાર, ગુજરાત પહેરેદાર – દાહોદ.