આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે સુરતની મુલાકાત લીધી હતી અને સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરાના વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો
પ્રદેશ સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણ, પિયુષ વરસાણી, તુલસી લલૈયા સામે કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ ધનમોરા ચાર રસ્તા પાસે રોડ શો દરમિયાન ડિવાઈડર તોડી નાખ્યું હતું. આ ઘટનામાં કતારગામ પોલીસે સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરની ફરિયાદના આધારે તેમની સામે ગુનો નોંધ્યો છે.
જ્યાં આપ અને નગરપાલિકાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આપના એક કાર્યકર્તાએ આવી ઉદ્ધતાઈથી ડિવાઈડર બનાવવાના સાધનો તોડી નાખ્યા હતા. તંત્રની કામગીરી ઠપ્પ થવાના મુદ્દે પોલીસ દ્વારા AAP કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સુરતમાં પણ આપ પાર્ટી દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાં આ ઘટના બનતા મૂશ્કેલી પણ સર્જાઈ છે.