કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત ઘટી રહ્યા છે. જેમાં 21 ડિસેમ્બરે કોરોનાના 05 નવા કેસ નોંધાયા છે. જો કે અત્યારે કેસો નહીંવત છે પરંતુ વિશ્વ કક્ષાએ કેસો વધું છે. જેથી
કોરોનાના નવા વેરિઅન્ટના જોખમને કારણે તંત્ર પણ સાબદુ થઈ ગયું છે અને વડોદરામાં જે મહિલા આ વેરીયન્ટનો શિકાર બની હતી તેને જોતા સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. વડોદરામાં NRI મહિલા એ ફાઈઝરની રસીના 3 ડોઝ લીધા. જો કે, નવા વેરિઅન્ટથી ચેપ નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
જેથી આ મામલે તંત્ર અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને સાવચેતીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કેમ કે, ગુજરાતમાં કોરોનાની બીજી અને પ્રથમ લહેરમાં કોરોના કેસો રેકોર્ડ બ્રેક સામે આવ્યા હતા તેને જોતા અનેક મુસીબતો જોવા મળી હતી. નવા વેરિઅન્ટથી ચેપ નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. જોકે, આ મહિલાના સંપર્કમાં આવનાર કોઈને પણ અસર થઈ નથી જેથી આ રાહતના સમાચાર પણ કહી શકાય છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 01, બનાસકાંઠામા 01, રાજકોટ જિલ્લામાં 01 અને રાજકોટમાં 01 એમ આ કેસો સામે આવ્યા છે જ્યારે 24 કલાકમાં 2 દર્દી કોરોનામાંથી સાજા થયા હતા જેથી તેમને આઈસોલેશનમાંથી રજા મળી છે. આ ઉપરાંત, કોરોનાથી એક પણ મૃત્યુના સમાચાર નથી જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે.