આજે બપોરે 12 વાગ્યા બાદ ફ્લાવર શોમાં લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 12 વર્ષથી ઉપરના પ્રવેશ માટે રૂ. 30 ફી રાખવામાં આવી છે.
ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ભીડ ન થાય તે માટે 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે 2 વાગ્યાથી બંધ રહેશે. રૂપિયા.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન બાગ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આજે બપોરે 12 વાગ્યા બાદ ફ્લાવર શોમાં લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 12 વર્ષથી ઉપરના પ્રવેશ માટે રૂ. 30 ફી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે અલગ ટિકિટ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જો કે, સ્કૂલના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોવાતી હોય છે તેવો ફ્લાવર શો આજે ખુલ્લો મુકાયો છે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ 150થી વધુ ફૂલો જોઈ શકશે.
આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે.