ઘાટલડીયા વિસ્તારમાં તેઓ બીજી વખતે આ વખતે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે ત્યારે તેમને ગત વખતે મોટી જીત મેળવી હતી ત્યારે આ વખતે પણ મોટી જીતની આશા તેઓ રાખી રહ્યા છે.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તાર ઘાટલોડિયામાં રોડ શો કર્યો છે. મેમનગરના ગુરુકુળ રોડથી શરૂ થયેલો રોડ શો વિધાનસભા મતવિસ્તારમાં ફરીને બોડકદેવ ગામે સમાપ્ત ગઈકાલે થય હતો. મેમનગર સુભાષ ચોક ખાતે ખીચોખીચ ભરાયેલા હનુમાન મંદિરે જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શોની શરૂઆત કરી હતી ત્યારે આજે બોપલથી તેમનો રોડ શો શરુ થયો છે અને ઘુમાં સુઘી તેમનો રોડ શો યોજવામાં આવશે. મુખ્યમંત્રીના રોડ શોમાં અંદાજી 500થી વધુ બાઇક અને 25થી વધુ વાહનો સાથે મોટો રોડ શો કર્યો છે.
ઘાટલડીયા વિસ્તારમાં તેઓ બીજી વખતે આ વખતે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે ત્યારે તેમને ગત વખતે મોટી જીત મેળવી હતી ત્યારે આ વખતે પણ મોટી જીતની આશા તેઓ રાખી રહ્યા છે.