25 તારીખથી આ પ્રકારે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન તરફથી ચેકપોસ્ટો પર સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. દરેક ચેકપોસ્ટ પર બ્રેથ એનલાઈઝર અપાયા છે. મોડી રાત સુધી આ પ્રકારે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં પાર્ટીઓનું આયોજન કરાયું છે તે જગ્યા પર ખાનગી બાતમીના આધારે પોલીસ તપાસ કરશે.

નવા વર્ષ નિમિત્તે સુરક્ષા વ્યવસ્થા જાળવવા અમદાવાદમાં 200 જેટલી જગ્યાએ પોલીસ જવાનો દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે તો વડોદરામાં 53 પોઈન્ટ પોલીસના ગોઠવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ નો પાર્કિંગ અને નો એન્ટ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ સુરત વગેરે શહેરોમાં પણ પલીસ દ્વારા આ પ્રકારે સઘન કામગિરી કરાશે.
નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતની વડોદરા પોલીસે નવા વર્ષ નિમિત્તે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસે જણાવ્યું છે કે, નવા વર્ષના. બીજી તરફ જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
નવા વર્ષનો તહેવાર સાદગીપૂર્ણ રીતે ઉજવવા માટે કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અમદાવાદ સહીતના મોટા શહેરોમાં બ્રેથ એનાલાઈઝર અને NDPS કીટનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ શહેરમાં મહિલાઓની છેડતી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આજે રાત્રે 12 વાગ્યાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
ખરેખર, આજે 31 ડિસેમ્બર છે, મોડી રાત્રે આ વર્ષ અલવિદા થઈ જશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ નવા વર્ષને આવકારવા તૈયાર છે. કોરોના પીરિયડને કારણે બે વર્ષ પછી એવી તક આવી છે કે લોકો નવા વર્ષની ઉજવણી કોઈપણ બંધનો વિના કરશે. હવે લોકો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ઘડિયાળમાં રાતના 12 વાગી જશે અને વર્ષ 2023 શરૂ થશે. ભારતમાં પણ આજે રાત્રે 12 વાગ્યાની લોકો આતુરતાથી રાહ જોશે.