અગાઉ પીએમ મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરુપે સીએમ નિવાસ સ્થાને પ્રિતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ચૂંટણી પહેલા ડીનર ડીપ્લોમસીના આયોજન થયા હતા ત્યારે ચૂંટણીમાં જીત બાદ આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ નિવાસ સ્થાને સાંજે મંત્રીઓ અને નેતાઓનો જમાવડો થશે.
મંત્રીઓ માટે રાત્રિ ભોજન મિલેટ વર્ષની ઉજવણીને લઈને તૈયારીઓ આજે તેજ થઈ ગઈ છે. અગાઉ પીએમ મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ માટે સીએમ નિવાસ સ્થાને આ પ્રિતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વખતે ભાજપે ઐતિહાસિક વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ સીટો જીતીને તમામ રેકોર્ડ અત્યાર સુધીના તોડી નાખ્યા છે. નરેન્દ્ર રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે તેમ પીએમ એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે ભાજપે તમામ ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસના પણ રેકોર્ડ તોડ્યા છે. આ મોટી જીતનો જશ્ન અને મિલેટ વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.