ગુજરાત એટીએસ એ પણ તપાસ કરશે કે અન્ય સરકારી પરીક્ષાઓના કયા પ્રશ્નપત્રો ચોરાયા અને કેટલા રૂપિયાના પેપરનો વ્યવહાર થયો, કેટલા એડવાન્સ મળ્યા અને પૈસા ક્યાં ગયા. તે બાબતે તપાસ થશે.
આ બાબતે કડકાઈથી થશે પૂછપરછ
અનેક મહત્વના મુદ્દાઓ પર પૂછપરછ માસ્ટર માઈન્ડ જીત પાસેથી કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ એ પણ તપાસ કરશે કે અન્ય સરકારી પરીક્ષાઓના કયા પ્રશ્નપત્રો ચોરાયા અને કેટલા રૂપિયાના પેપરનો વ્યવહાર થયો, કેટલા એડવાન્સ મળ્યા અને પૈસા ક્યાં ગયા. જીત નાયકે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પરીક્ષાનું પેપર ચોરી લીધું હતું. પ્રિન્ટિંગ પ્રેસનો કોઈ કર્મચારી આમાં સામેલ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટ તપાસમાં વધુ હકીકત સામે આવી શકે છે.
આગામી 9 દિવસની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીત સહીત કુલ 15 જેટલા આરોપીઓને દોષિત ઠેરવતા વડોદરાના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ તરફથી અગાઉ પકડાયેલા આરોપીઓના રીમાન્ડ મંજૂર કરતા એક પછી એક ખુલાસાઓ અને હકીકત સામે આવી શકે છે. 09 દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.