આ સિઝનમાં ઘણા લોકોને ઠંડીથી બચવા માટે માત્ર ઊની કપડાં પહેરીને જ પથારી પર સૂવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સ્વેટર પહેરી ઊંઘવાથી થતા સાઈડ ઈફેક્ટ
સ્કિન એલર્જી
સ્વેટર પહેરીને સૂવાથી ત્વચા વધુ પડતી ડ્રાય થઈ શકે છે. જેના કારણે સ્કિન સંબંધિત અનેક પ્રકારના ઈન્ફેક્શન થવા લાગે છે. હા, જો તમે સ્વેટર પહેરીને સૂઈ જાઓ છો, તો તમારી સ્કિન પર શુષ્કતા અને ખંજવાળની સમસ્યા રહે છે. આ સમસ્યાથી બચવા માટે સ્વેટર પહેરીને ઊંઘવુ નહીં.
ઠંડી સહન કરવાની ક્ષમતા પર થાય છે અસર
લાંબા સમય સુધી જાડા અને ઊની કપડાં પહેરવાથી શરીરની ઠંડી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે થોડા ઓછા ગરમ કપડાં પહેરીને બહાર જાઓ છો, તો તમે ખૂબ જ સરળતાથી ઠંડી અનુભવી શકો છો. એટલા માટે આજે જ હંમેશા ઊની કપડાં પહેરવાની આદત જ બદલો.
પિમ્પલ્સની સમસ્યા
જો તમને લાગતું હોય કે તમને શિયાળામાં પરસેવો નથી આવતો તો એ તમારી ગેરસમજ છે. શિયાળામાં પરસેવાથી તમને એનો ખ્યાલ નથી આવતો. આવી સ્થિતિમાં, જો તમે આખો સમય સ્વેટર પહેરવાનું રાખો છો, તો તે શરીરને ગરમ રાખે છે, જેના કારણે પિમ્પલ્સની ફરિયાદ થઈ શકે છે. બીજી તરફ, જો તમે પિમ્પલ્સથી છુટકારો મેળવ્યા પછી સ્વેટર પહેરવાનું રાખો છો, તો આ પિમ્પલ્સ ઝડપથી મટતા પણ નથી.