વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આધુનિકીકરણ અપનાવવા માટે પણ જ્યોર્જીવાએ ભારતની સરાહના કરી હતી. IMFના એમડીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કઇ રીતે ભારતે આધુનિકીકરણ અપનાવ્યું તે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને પબ્લિક પોલિસી તેમજ પ્રાઇવેટ સેક્ટર ગ્રોથમાં ભારતની નોંધપાત્ર ભૂમિકા રહી છે.
ખાસ કરીને પબ્લિક પોલિસી તેમજ પ્રાઇવેટ સેક્ટર ગ્રોથમાં ભારતની નોંધપાત્ર ભૂમિકા રહી છે. પબ્લિક પોલિસીમાં ડિજીટલ ઓળખ અને ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ડિજીટલ પ્લેટફોર્મ પર પોલિસી સપોર્ટ શક્ય બન્યો છે અને આધુનિકીકરણને કારણે સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન પણ અસરકારક રીતે પાર પડ્યું હતું. ભારતે કેટલાક એવા સુધારાત્મક પગલાં લીધા છે જે હવે ફળ આપી રહ્યાં છે. દેશમાં હવામાનની દૃષ્ટિએ કેટલાક પડકારો જોવા મળ્યા હતા જેની કૃષિ વધ્યું ક્ષેત્ર પર નાટ્યાત્મક અસર જોવા મળી હતી. ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ અને ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું. એશિયામાં થયેલા બદલાવની ભારત પર ચોક્કસપણે અસર જોવા મળી છે. શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો વધુ વોલેટાઇલ રહ્યાં છે. તદુપરાંત ચીનમાં પણ ફરીથી સ્લોડાઉન જોવા મળી રહ્યું છે જેને કારણે સમગ્ર એશિયા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી છે.