ડોમેસ્ટીક એરપોર્ટના પ્રવેશ પર 2 બારકોડ કાર્યરત કરવામાં આવશે. પ્રવાસીઓની વિગતોની ચકાસણી તેના કારણે ઝડપી બનશે.
અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી, બહેતર રિટેલ, ફૂડ અને મુસાફરો માટે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલ કરી છે. એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા ખૂબ જ સારી રીતે રાખવામાં આવી રહી છે ત્યારે પેસેન્જરોની મુશ્કેલીની ધ્યાનમાં રાખીને પણ નવી સેવાઓ આપવામાં આવી રહી છે.
બારકોડ સ્કેન ટેકનોલોજી એ સુરક્ષામાં વઘારો કરવાની સાથે સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર જે મુશ્કેલી પડતી હતી તેનું નિવારણ ઝડપી બની પ્રવેશ પ્રક્રીયામાં વધુ સમય સુધી મુસાફરોને રાહ જોવી નહીં પડે. નવા પીકઅપ ઝોનની અંદર 4 લેન છે જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓને આવવા જવામાં ખૂબ જ સરળતા રહેશે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર નવી સિસ્ટમ શરુ થતા પેસેન્જર્સને નવી સવલત મળશે. ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવેશ દ્વાર પર જ બારકોડ રીડર્સ લગાવવામાં આવશે