અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘Teaching Learning
Material’ એક્ઝિબિશનનું આયોજન *** ઘટક 1 થી 17 ના વિવિધ આંગણવાડી કેન્દ્ર ઉપર કાર્યકાર બહેનો દ્વારા TLM એક્ઝિબિશનનું
આયોજન આંગણવાડીમાં ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અને પરિચય
કાર્યકર બહેનોને મળે તે હેતુસર TLM એક્ઝિબિશનનું આયોજન *** પા પા પગલી’ પ્રોજેક્ટ અને ‘પોષણ ભી, પઢાઈ ભી’ ના હેતુને સાર્થક કરવા માટે આયોજિત કરવામાં
આવ્યું એક્ઝિબિશન પોષણ માસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનના આઇ.સી.ડી.એસ. વિભાગ અંતર્ગત
ઘટક 1 થી 17 ના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર કાર્યકર બહેનો દ્વારા TLM(TeachingLearning Material) Exhibition નું અયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પા પા પગલી’ ના PSE (Pre SchoolInstructor) બહેનો દ્વારા કાર્યકર બહેનોને TLM બનાવવા તથા તેના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ પોષણ
ભી,પઢાઈ ભી ના હેતુને સાર્થક કરવા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને શીખવવાના કાર્યમાં ઉપયોગી નિવડે તેવા
સરળ, સચોટ અને ઓછા ખર્ચે તૈયાર કરેલ TLMનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું
TLM(Teaching Learning Material) એક્ઝિબિશનનો મુખ્ય હેતુ આંગણવાડીમાં ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ વિષે કાર્યકર બહેનોને માર્ગદર્શન મળે, આંગણવાડીમાં મળતા પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લોકો પરિચિત થાય. લોકોમાં આંગણવાડીમાં ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિ વિશે કાર્યકર બહેનોને માર્ગદર્શન મળે, આંગણવાડીમાંમળતા પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લોકો પરિચિત થાય, લોકોમાં આંગણવાડી કેન્દ્રો પ્રત્યે લોકપ્રિયતા વધે અને વધારેને વધારે બાળકો સરકારની સેવાઓનો લાભ લે તેવો હતો
ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો આગેવાનો આંગણવાડી કેન્દ્રની નજીક આવેલી શાળાના શિક્ષકો, આંગણવાડીના લાભાર્થીઓ વાલીઓ), બાળવિકાસ અધિકારી તથા તમામ ICDS સ્ટાફ હાજર રહ્યા હતા.