તમે 13મા હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. તો ચાલો જાણીએ કે આપણે આ કેવી રીતે કરી શકીએ.
અહીં ઈ-કેવાયસી કરાવવાની પ્રક્રિયા છે:-
પગલું 1
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમે અત્યાર સુધી ઈ-કેવાયસી નથી કર્યું, તો તમે ઘરે બેસીને જાતે કરી શકો છો.
આ માટે તમારે પીએમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે
પગલું 2
વેબસાઇટ પર ગયા પછી, તમને ‘e-KYC’નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર અને સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને પછી ‘સર્ચ’ પર ક્લિક કરો.
પગલું 3
આ પછી તમારે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર નાખવો પડશે.
હવે ‘ગેટ OTP’ પર ક્લિક કરો અને દાખલ કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
આ કર્યા પછી તમારું ઇ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
13મો હપ્તો ક્યારે આવી શકે?
ઓક્ટોબર 2022 માં 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ તમામ લાભાર્થીઓ હવે 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, મીડિયા અહેવાલો અનુસાર, 13મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલી શકાય છે.