વલસાડ2 કલાક પહેલા
સગીરા મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોને શંકા ગઇશખ્સના ઘરે ચેક કરતા ત્યાં પણ ન મળ્યાં
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને તેના ઘરની નજીકમાં રહેતો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે સગીરાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે.
ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને નજીકમાં રહેતા શખ્સે લગ્નની લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. શખ્સે સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને 27મી માર્ચના રોજ યુવક સગીરાનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે ન મળતા સગીરના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
સગીરાને ભગાડી જનાર શખ્સ ઉપર સગીરાના માતા પિતાને શંકા જણાઈ આવી હતી. સગીરાના માતા પિતાએ સગીરાના ઘરની નજીકમાં રહેતા યુવકના ઘરે જઈ ચેક કરતા શખ્સ કે સગીરા મળી આવી ન હતી. જેથી સગીરાની માતાએ ઉમરગામ પોલીસ મથકે સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે સગીરાના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ઉમરગામ પોલીસે સગીરાના અપહરણની ફરિયાદ નોંધો આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…