આ બ્રિજ પર અવરજવર કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી હતી. પરંતુ, હવે જર્જરિત થતા કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલે આ નોટિસ લગાવવામાં આવી છે.
માહિતી મુજબ, વડોદરામાં વર્ષ 2010માં અંદાજીત રૂ. 10 કરોડના ખર્ચે આ પહેલો ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, હવે બ્રિજ જર્જરિત થતા કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા તેનો ઉપયોગ ન કરવા નોટિસ લગાવવામાં આવી છે. આ બ્રિજ પર અવરજવર કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી હતી. પરંતુ, હવે જર્જરિત થતા કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલે આ નોટિસ લગાવવામાં આવી છે.
બ્રિજ ઉતારી કેમ નથી લેવાતો?
બીજી તરફ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊઠાવવામાં આવી રહી છે. કેટલાક લોકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ફૂટ ઓવર બ્રિજ જર્જરિત થઈ ગયો છે. બ્રિજ સડી ગયો છે. બ્રિજમાં વાપરવામાં આવેલું મટિરિયલ હલકી કક્ષાનું હોવાનું જણાઈ રહ્યું છે. આથી કોર્પોરેશને પોતાના સ્વબચાવ માટે અહીં બોર્ડ લગાવ્યું છે. જો બ્રિજનો ઉપયોગ નથી કરવો તો પછી તેણે ઉતારી કેમ લેવાતો નથી.