આજે પુલવામા હુમલાની વરસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં આજના જ દિવસે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને મંગળવારે શ્રદ્ધાંજલિ આપી
આપને જણાવી દઈએ કે એક આત્મઘાતી બોમ્બરે તેના વાહનની સીઆરપીએફના કાફલા સાથે ટક્કર બાદ વિસ્ફોટ કરી દીધો હતો, જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા.
પુલવામા જિલ્લામાં જૈશના 2 સભ્યોની ધરપકડ
સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદ સંગઠનના બે સક્રિય સભ્યો (OGWs)ની ધરપકડ કરી. પોલીસે આ માહિતી આપી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને પુલવામામાં હથિયારોના કન્સાઇનમેન્ટની ડિલિવરી થવાની માહિતી મળી હતી, જેના પર કાર્યવાહી કરીને જિલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસ અને સેનાની એક વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, લિટ્ટર વિસ્તારના નૈના બાટપોરા ખાતે ટુ-વ્હીલર પર સવાર બે શકમંદોને અટકાવવામાં આવ્યા હતા જ્યાં તેમની પાસેથી 25 હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 230 પિસ્તોલ રાઉન્ડ, 10 એકે રાઈફલ મેગેઝીન અને 300 એકે કારતુસ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એકની ઓળખ શૌકત અહમદ ડીગુ તરીકે થઈ છે જ્યારે અન્ય સગીર છે. સગીર દિગુનો પિતરાઈ ભાઈ છે. પૂછપરછ દરમિયાન, ડિગુએ ખુલાસો કર્યો કે તે જૈશના સક્રિય સભ્ય ફિરદૌસ અહમદ ભટના સંપર્કમાં હતો, જે હાલમાં રાજૌરી સેન્ટ્રલ જેલમાં બંધ છે.