બોગસ એન.એ.થી ભૂમાફીયાઓએ બંગ્લો બાંધ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી
બોગસ એનએથી ભૂમાફીયાઓએ બંગ્લો બાંધ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરાની કરોડોની જમીન સામે એક્શન લેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધેલી કાનન વીલા તોડવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈને અગાઉ ફરીયાદો સામે આવી હતી. ત્યારે આજે વડોદરામાં દબાણની આ કામગિરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મનપાની ટીમે ડિમોલેશનની કામગિરી જેસીબી સહીતના સાધનો સાથે હાથ ધરી હતી. આ કૌભાંડ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. નોટીસનો સમયગાળો પૂર્ણ થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. બંગલાનું દબાણ તોડી પાડવા માટે અગાઉ નોટીસ અપાતા આ કાર્યવાહી પૂર્ણ કરી વ્હાઈ હાઉસની આસપાસના દબાણો દૂર કરવાની કામગિરી શરુ કરવામાં આવી છે.
ભૂમાફીયાએ એન્ડ કંપનીએ સરકારી જમીન પર ઉભા કરેલા દબાણો તોડવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગિરી શરુ કરવામાં આવી હતી. દબાણો હટતા જ 100 કરોડની સરકારી જમીન ખુલ્લી થશે. આ જમીન પર અગાઉ ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.ત્યારથી જ દબાણ દૂર કરવાની કામગિરી થશે તેવા સંકેતો મળ્યા હતા ત્યારે આજે કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે કડકાઈ દાખવતા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરીને જમીન ખુલ્લી કરવાની કામગિરી કરાઈ હતી.