મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામેલ છે ત્યારે કોર્ટે અત્યાર પુરતો વચગાળાનો આદેશ સહાય મામલે આપ્યો છે.
જયસુખ પટેલ તરફથી 5-5 લાખ વળતરની સહાયની હતી તૈયારી
કોર્ટમાં મૃતક પરીવારને રુ. 5-5 લાખનું વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી દૂર્ધટનામાં મૃતક પરીવારને 3.5 લાખ અને 1.5 લાખ ઘાયલ પીડિતોને ચૂકવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે આજે 5 લાખના વળતરની તૈયારી દર્શાવ્યા બાદ વકીલ તરફથી એવું પણ રજૂઆત કરાઈ હતી કે, તેમની કેટલીક મર્યાદા છે. જો કે, હાઈકોર્ટ તરફથી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાતા 10-10 લાખ મૃતક પરીવારને ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે.
135 જેટલા લોકોનો જીવ ગયો
મોરબી દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જીવ ગયો છે. ત્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમગ્ર દેશમાં કંપારી કરી દે તેવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટની પણ ચરના કરવામાં આવી હતી. જેમાં જયસુખ પટેલ સહીતના તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે.