નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ હિન્દૂ સંગઠન દ્વારા નવો અભિગમ લઈને આવ્યા છે. સુરતમાં ગરબા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે કે, તેમને ત્યાં પહેલાથી છેલ્લા સુધીનો કોઈપણ વ્યક્તિ વિધર્મી ન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વિધર્મી મળી આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
સુરત સહિત દેશભરમાં હાલ લવજેહાદના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં વિધર્મી યુવકો નવરાત્રીમાં ના આવી શકે તે માટે સુરત વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા એક નવો અભિગમ શરૂ કરાયો છે, જેમાં ગરબા આયોજકોને તેઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે, તેમને ત્યાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કોઈપણ વ્યક્તિ વિધર્મી ના આવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વિધર્મી મળી આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. કારણ કે, ગતવર્ષે સુરતના કેટલાક ગરબા આયોજનમાં બાઉન્સર તરીકે વિધર્મીઓ મળી આવ્યા હતા. જે બાબતની માહિતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજકને આપવામાં આવી હતી.
પરંતુ, તેમના દ્વારા પગલાઓ લેવા ન આવતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે હાલમાં પાંડેસરા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં યુવકે નામ બદલી હિન્દૂ યુવતી ને પ્રેમજાળમાં ફસાવી દિલ્લી લઈ જઈ લગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતીનો બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અમુક સંગઠન લવ જેહાદ ફેલાવે છે, જેમાં વિધર્મી યુવક જેટલી હિન્દૂની યુવતી સાથે લગ્ન કરશે તેમ વધુ રૂપિયા મળશે, જેથી કોઈ વિધર્મી યુવક નામ બદલીને પણ નવરાત્રીમાં ના પહોંચી જાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ અભિગમની શરૂઆત કરવામાં છે.