આવતી કાલથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે બજેટ સત્ર પહેલા ધારાસભ્યોનેટ સજ્જ કરવામાં આવશે. ઓછાટ વિપક્ષના સંખ્યાબળ વચ્ચે 156 ધારાસભ્યોને સવાલોના જવાબો આપવા અને રણનિતી ઘડવાની સલાહ આપવામાં આવશે.
ગુજરાતના બજેટ અંગે પણ ચર્ચા
આ બેઠક આજે સાંજે 6 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં યોજાશે.આ બેઠકમાં ગુજરાતના બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સીએમ નિવાસસ્થાને ગાંધીનગરમાં કારોબારી સમિતિની બેઠક મળશે.
આવતી કાલથી બજેટ સત્ર શરૂ
આવતી કાલથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં વિધેયક પસાર થવાથી શરુઆથ થઈ શકે છે. ભાજપની બેઠકમાં લોકસભાની ચૂંટણી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત બજેટ અને વિધાનસભા સત્ર અંગે વધુ ફોકસ કરાશે.આગામી નગરપાલિકાની ચૂંટણી અને પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થશે. ગુજરાતમાં સરકાર બન્યા બાદ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારે કેટલાક એવા નિર્ણયો લીધા છે જેના કારણે લોકો નારાજ છે. જેના કારણે આગામી ચૂંટણીને અસર ન થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવશે.
પેપરલીક મામલે વિધેયક પહેલા સરકાર પર કરશે કોંગ્રેસ પ્રહાર
આ ઉપરાંત પણ ભાજપ સરકાર દ્વારા વિધેયકો બાબતે વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં વિધાનસભામાં પસાર થયેલા બિલો અને કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ સૌથી મહત્વનું વિધેય પેપરલીક મામલે છે ત્યારે આ મામલે સરકાર પર આક્ષેપ પણ વિપક્ષ તરફથી કરવામાં આવી શકે છે ત્યારે પ્રથમ દિવસે આ વિધેયક પસાર થાય અને ત્યાર બાદ બીજા દિવસે બજેટ રજૂ થાય તેવી પણ શક્યતાઓ છે.
ભાજપના ધારાસભ્યોને અનુશાસનમાં રહેવા પણ સલાહ આપવામાં આવી શકે છે. કેટલાક ધારાસભ્યોએ અગાઉ મંત્રીઓ સહીતને લેટરો પણ વિવિધ મામલે કર્યા છે. લોકોને પડતી અગવડને ધ્યાનમાં રાખીને પોતાના જ પક્ષમાંથી આ પ્રકારે રજૂઆત કરાઈ છે.