તારીખ ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી 2023 ના સવારે ૮ વાગ્યા થી રમાશે મેચ: રુદ્ર શક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ, રતનપર, રાજકોટ ખાતે આયોજન
વિજેતા રનર્સઅપ ટિમ ને ટ્રોફી, રોકડ પુરસ્કાર ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટમેનને ટ્રોફી એનાયત કરાશે
સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત દ્વારા શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં અનેક સફળતા મેળવ્યા બાદ સિપાઈ સમાજનાં યુવાનો માટે એક ભવ્ય રાજ્યકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થય રહ્યુ છે. તારીખ :- ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ રુદ્ર શક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી રોડ, રતનપર, રાજકોટ ખાતે સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી મેચ યોજાશે. આ આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સિપાઈ સમાજનાં યુવાનો એકબીજાનાં સંપર્કમાં આવે અને સિપાઈ સમાજનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં સહભાગી થાય એ રહેલો છે.
ટુર્નામેન્ટ ની વિશેષતા
આ ટુર્નામેન્ટ ૨ અલગ અલગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ માટે ખેલાડીઓ તથા બહાર ગામથી આવતાં મહેમાનો માટે ચા – નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા રાખેલ છે. શનીવારે વિજેતા થયેલ ટીમોને રાત્રી રોકાણ તથા જમવા – સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે. cricheros એપ્લિકેશન પર લાઈવ સ્કોરીંગ.(જેના થકી આપ ગમે ત્યાં બેઠા સ્કોર જાણી શકશો.) વિજેતા ટીમ માટે રૂપિયા ૧૫,૦૦૦/- રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપવામાં આવશે. રનર્સ અપ માટે રૂપિયા ૭,૫૦૦/- રોકડ પુરસ્કાર તથા ટ્રોફી., તમામ મેચના મેન ઓફ ધ મેચ ને મોમેન્ટો. સમગ્ર ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન ને મોમેન્ટો. દરેક ટીમના ટી શર્ટ સ્પોન્સરનું તથા ટુર્નામેન્ટમાં આર્થિક સહયોગ આપનારનું વિશેષ સન્માન કરવામાં આવશે. ટુર્નામેન્ટના સમાપન બાદ વધતી આર્થિક મદદથી સિપાઈ સમાજ ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ માટે આયોજન હાથ ધરાશે.
ટુર્નામેન્ટ માં સૌ ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ
સિપાઈ સમાજનાં યુવાનો માટે એક ભવ્ય રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થય રહ્યુ છે તો આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપ આપના પરિવાર – મિત્ર વર્તુળ સાથે હાજર રહી આપણા સમાજના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જુસ્સો વધારવા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ડો. અવેશ ચૌહાણ સહીત ટિમ દ્વારા સૌ ને પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવી યાદી ઇસ્માઇલખાન શેરવાની દ્વારા પાઠવવામાં આવી છે.