જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ સાસણ વન વિભાગ દ્વારા દર વર્ષે સફારીના માધ્યમથી સિંહ દર્શન માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જંગલમાં સિંહ દર્શન કરવા લઈ જવા માટે પેટ્રોલ ની જીપ્સી નો ઉપયોગ કરાતો હોય છે આ જીપ્સી કાર સાસણ વન વિભાગમાં મૂકવામાં આવી છે ત્યારે હવે નવા રંગરૂપ સાથે જીપ્સી કાર જે 9 સીટર જીપ્સી કાર અપડેટ કરેલી છે તે મૂકવાની વાત ચાલી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વન વિભાગ સાસણ દ્વારા આ નવી મોડીફાઇડ કરેલી જીપ્સી કાર બે બુક કરી દેવામાં આવી છે જ્યારે સાસણ જીપ્સી એસોસિયેશન દ્વારા પણ ત્રણ કાર બુક કરી દેવામાં આવી છે આકાર બુક કરવા પાછળ મુખ્ય કારણ પ્રવાસીઓને વધુ સારી અને સરળ સુવિધા મળી રહે તે માટેનો છે ત્યારે વન વિભાગ દ્વારા હવે નવી વન વિભાગના નિયમો અનુસાર મોડીફાઇડ કરેલી કાર મુકવાનું નક્કી કરેલું છે થોડા જ દિવસોમાં સાસણ વન વિભાગ દ્વારા દેવડિયા સફારી પાર્ક અને ગીર નેશનલ સેન્ચ્યુરી માં નવી જીપ્સી જોવા મળશે
