જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે નવી દિલ્હીમાં રશિયાના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.
અમેરિકી વિદેશમંત્રીએ ટ્વિટર પર તસવીરો શેર કરી
તેમણે યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં યોગદાન આપવા બદલ મુંબઈ અને હૈદરાબાદ સહિત અનેક રાજ્યોમાં યુએસ કોન્સ્યુલેટ્સના સ્ટાફનો આભાર માન્યો હતો. અમેરિકી વિદેશમંત્રી એન્ટનીએ ટ્વિટ કર્યું કે, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના તેમના કર્મચારીઓને મળીને આનંદ થયો. લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા માટે હું ખૂબ જ આભારી છું.
રશિયાના વિદેશ મંત્રીને પણ એન્ટની બ્લિંકન મળ્યા હતા
જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે નવી દિલ્હીમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ G-20 વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન મળ્યા હતા. અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું કે, તેમણે રશિયાના વિદેશમંત્રી લાવરોવને યુદ્ધનો અંત લાવવા અને અર્થપૂર્ણ કૂટનીતિમાં સામેલ થવા કહ્યું, જે ન્યાયી અને સ્થાયી શાંતિ બનાવી શકે.