દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસના સત્યાગ્રહ માટે દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં કોંગ્રેસે સત્યાગ્રહ શરૂ કર્યો છે.
દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસના સત્યાગ્રહ માટે દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં કોંગ્રેસે સત્યાગ્રહ શરૂ કર્યો છે.
દિલ્હી પોલીસે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકના કારણોસર અને રાજઘાટ અને તેની આસપાસ કલમ 144 CrPC હેઠળ પ્રતિબંધિત આદેશોને કારણે વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. જો કે કોંગ્રેસની કામગીરીને જોતા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ સત્યાગ્રહ માટે રાજઘાટ પહોંચ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘ભાજપ રાહુલ ગાંધીને બોલવા નથી દેતું. રાહુલ ગાંધી દેશ અને લોકોના અધિકારો માટે લડી રહ્યા છે અને અમે રોકાઈશું નહીં.
કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર રાજઘાટ ખાતે પાર્ટીના સંકલ્પ સત્યાગ્રહમાં જોડાયા હતા રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. તમામ રાજ્ય કોંગ્રેસ સમિતિઓને ગાંધી પ્રતિમાઓ સામે એક દિવસના સત્યાગ્રહનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે.