તમે WhatsAppનો ઉપયોગ તો કરતા જ હશો, પરંતુ તેમાં કેટલાક એવા ફીચર્સ છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ ફિચર્સ તમારા માટે રોજિંદા જીવનમાં ખૂબ જ આસાન અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ WhatsAppના આવા પાંચ ફીચર્સ વિશે જે ખૂબ જ રસપ્રદ છે.
પ્રાઇવેટ મેસેજ ફિચર
– WhatsApp પર ગ્રૂપ ચેટ દરમિયાન, એવો સમય આવી શકે છે જ્યારે તમે કોઈ ચોક્કસ મેસેજનો પર્સનલ રીતે જવાબ આપવા માગો છો. આ માટે, તમે ‘રિપ્લાય પ્રાઈવેટલી’ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
પ્રાઇવેટ મેસેજ ફિચરનો ઉપયોગ કેવી રીતે કરવો
– તમે જે મેસેજનો જવાબ આપવા માંગો છો તેને ટચ કરો અને હોલ્ડ રાખો.
– ઉપરના જમણા ખૂણે ‘3-ડોટ’ આઇકોનને ટેપ કરો અને અહીં પ્રાઇવેટ રીતે જવાબ આપો પર સિલેક્ટ કરો
– તમે હવે પ્રાઇવેટ રીતે જવાબ આપી શકો છો.
સ્ટેટસ પર ઓડિયો ક્લિપ
– WhatsApp ના નવા વર્ઝનમાં એક વૉઇસ નોટ્સ શેર કરવાની ક્ષમતા છે. તમે તમારા કોન્ટેન્ટને સાંભળવા માટે તમારી સ્ટેટસ પર વૉઇસ ક્લિપ્સ ઉમેરી શકો છો.
વૉઇસ સ્ટેટસ બનાવવા માટે આ સ્ટેપ ફોલો કરો
– WhatsApp ઓપન કરો અને સ્ટેટસ ટેબ પર ટેપ કરો. નીચે જમણા ખૂણેથી પેન્સિલ આયકન સિલેક્ટ કરો.
– માઇક્રોફોન આઇકોનને ટેપ કરો અને વોઇસ રેકોર્ડ કરો. આ પછી તેને ફોટો સ્ટોરીની જેમ શેર કરો. અહીં માત્ર 30 સેકન્ડનો ઓડિયો જ શેર કરી શકાશે.
નંબર સેવ કર્યા વિના કરો ચેટ
– જો તમે એવા લોકોમાંથી એક છો જેમના કામમાં દરરોજ અજાણ્યા લોકો સાથે ચેટ કરવાનું હોય છે, તો આ WhatsApp ટ્રીક તમારા માટે છે. નંબર સેવ કર્યા વગર આ રીતે ચેટ કરો.
– ચેટ કરવા માટે તમારે તે નંબર માટે એક WhatsApp લિંક બનાવવી પડશે, તે લિંક પર ક્લિક કર્યા પછી, તે વ્યક્તિ સાથેની ચેટ આપમેળે ખુલે છે.
– ઉદાહરણ તરીકે, જો તમે +911234567890 નંબર સાથે ચેટ કરવા માંગો છો, તો તમારે આ URL પર જવાની જરૂર છે: https://wa.me/911234567890.
હોમ સ્ક્રીન પર WhatsApp ચેટ શોર્ટકટ કેવી રીતે ઉમેરવું
– Android માટે WhatsApp પર, તમે તમારી હોમસ્ક્રીન પર કોઈપણ ચેટ શોર્ટકટ ઉમેરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
– કોઈપણ WhatsApp ચેટ ઓપન કરો જેનો શોર્ટકટ બનાવવાનો છે
– ઉપર જમણા ખૂણે મેનુ પર ટેપ કરો. વધુ ઓપ્શન પર ટેપ કરો અને ‘શોર્ટકટ એડ કરો’ સિલેક્ટ કરો. પછી ‘એડ’ બટન દબાવો, આ પછી એક શોર્ટકટ બનશે.
ચોક્કસ લોકોથી પ્રોફાઇલ ફોટો હાઇડ કરો
– જો તમે નથી ઈચ્છતા કે કેટલાક લોકો તમારો પ્રોફાઈલ ફોટો જુએ, તો WhatsApp તમને આ વિકલ્પ આપે છે.
– WhatsApp ખોલો અને સેટિંગ્સમાં જાઓ, ‘પ્રાઇવસી’ સેક્સન સિલેક્ટ કરો.
– ‘પ્રોફાઇલ ફોટો’ પર ટેપ કરો. ‘માય કોન્ટેન્ટ’ અથવા ‘માય કોન્ટેન્ટ સિવાય’ ઓપ્શન સિલેક્ટ કરો.
– તમે તમારો પ્રોફાઇલ ફોટો જોવા માંગતા ન હોય તેવા તમામ કોન્ટેન્ટને માર્ક કરો.