દાહોદ: તા. ૩૦મી માર્ચના રોજ સમગ્ર ભારતમાં રામનવમી નિમિત્તે સરિરમજી ની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે.
જેમાં દાહોદ જિલ્લામાં પણ રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન સંસ્કાર સોશિયલ ગ્રુપ તેમજ રામ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં મોટી સંખ્યામાં હિંદુ ભાઈઓ બહેનો તેમજ વડીલો બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા. રામનવમી નિમિત્તે રામ દરબારને સજાવવામાં આવ્યો હતો સાથે દાહોદ નગર ભગવામય બન્યુ હતું.
રામનવમી નિમિત્તે ભગવાનની મૂર્તિનું આગમન પણ કરવામાં આવ્યું હતું જેમાં જયશ્રી રામના નાદ સાથે દાહોદ નગર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શ્રી રામ હનુમાન દાદાની વેશભૂષા એ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં શ્રી રામજી તેમજ રામ ભક્તો પર પુષ્પવર્ષા કરી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામના જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાનનો અન્નકૂટ, મહા આરતી, ભોજન પ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં રામ ભક્તોએ લાવો લીધો હતો. રામનવમી નિમિત્તે નીકળેલ શોભા યાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાહોદ નગરમાં નીકળેલ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી.
ગુજરાત પહેરેદાર: પ્રતિનિધિ- અક્ષયકુમાર ડી.પરમાર, દાહોદ