દાહોદ શહેરમાં એક તરફ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદે નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. તેવા સમયે દાહોદ શહેરના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જવાનો રોડ નિયમિત સફાઈના અભાવે નર્કાગાર જેવો બની જતા તે રસ્તે હોસ્પિટલ જવા આવવા વાળાઓને નાકે રૂમાલ દબાવવા મજબૂર થવું પડે છે. સફાઈ કામના માર્ગદર્શન માટે દાહોદ નગરપાલિકા દ્વારા ઈન્દોરની એજન્સી ને બોલાવવામાં આવી છે. ત્યારે આ એજન્સીએ નર્કાગાર
બની ગયેલા આ રોડની મુલાકાત લીધી છે ખરી? . દાહોદ શહેરના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ જવાના રોડ પર રેલાતા નજીકમાં આવેલ એક હોટલના દુર્ગંધ મારતા ગંદા પાણી તથા રોડની સાઈડમાં ખડકાયેલા દુર્ગંધ મારતા કચરાના ઢગલા તેમજ ઝાયડસ હોસ્પિટલ અને હેમંત બજાર વચ્ચેના ખાલી પ્લોટ માં ખડકાયેલ પારાવાર ગંદકી તેમજ કચરાના ઢગલાઍ આ રોડને નરકા નર્કાગાર બનાવી દીધો છે. આ રોડ નો ઉપયોગ સાજા તથા માંદા તમામ લોકો કરે છે સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરનાર દાહોદ નગરપાલિકાના સફાઈ અંગેના મોટા મોટા દાવાઓ આ નર્કાગાર બનેલો રોડ જોતા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. આ રોડ ઉપર થઈ ઝાયડસ હોસ્પિટલમાં જનાર સાજા તથા બીમાર માણસોને નાક પર રૂમાલ દબાવવા મજબૂર થવું પડે છે. રોડની સાઈડમાં ખડકાયેલા કચરાના ઢગ અને હોટલના રેલાતા ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ આશંકાઓ છે આ હોટલના માલિક તેમજ નગરપાલિકાના એક કાઉન્સિલર વચ્ચેનો ખાસ અંગત ઘરોબો આ માટે જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ રોડની સફાઈ માટે સફાઈ કામદાર મુકરર કરવામાં આવેલ છે કે નહીં? અને જો કરેલ હોય તો આ રોડની સફાઈ કેમ કરવામાં આવતી નથી? તે એક તપાસનો વિષય છે. આ રોડ વાળો વિસ્તાર પાલિકા પ્રમુખનો વિસ્તાર હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે નર્કાગાર બની ગયેલ આ રોડની પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈ આ રોડને સાફસુથરો કરાવી “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ, સ્વસ્થ દાહોદ” સૂત્રને સાર્થક કરશે ખરા??? બોક્સ આઈટમ:હાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ ૨૫ જૂનથી ૨૭ જૂન સુધી વિસ્તારક યોજના અંતર્ગત ઘરે ઘરે લોક સંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ નગરપાલિકાના દરેક વિસ્તારમાં નગરપાલિકાના દરેક કાઉન્સિલરો ને એકબીજાના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. અને લોક સંપર્ક કરી લોકોની સમસ્યાઓ તેમજ અપેક્ષાઓ જાણી સંગઠન સુધી મોકલવામાં આવી રહી છે. ત્યારે માણેકચોક થી ઝાયડસ હોસ્પિટલ તરફ જતા આ નર્કાગાર બની ગયેલા રોડની મુલાકાત લઈ કાઉન્સિલરો તેની નરી વાસ્તવિકતાનો ચિતાર સંગઠનને મોકલી આપશે ખરા????